Adhitz.com Earn Money

Saturday, 21 March 2015

આણંદની શિક્ષિકાએ ૪૮ લાખ ભેગા કરી શિષ્યવૃત્તિ ફંડ બનાવ્યું ....!



શિષ્યવૃત્તિ ફંડમાં દર વર્ષે તેઓ ૧ લાખ ઉમેરતા જાય છે
પોતાના ૧ લાખ રૃપિયાથી ૮
બાળકીઓને દત્તક લઇ વાલી બનીને શાળામાં ભણાવી
આણંદ, સોમવાર
૮મી માર્ચે વિશ્વ મહિલા દિવસ ઉજવાઇ ગયો. ઠેરઠેર સંમેલનો યોજાયાં, ભાષણો થયાં ને મહિલા વિકાસની, મહિલા શિક્ષણની વાતો થઇ છતાં દર વર્ષની માફક મહિલા હોય કે મહિલાની દીકરી
કોઇની સ્થિતિમાં ખાસ કોઇ સુધારો
નથી થયો ત્યારે આણંદના ગામડી
વિસ્તારની પ્રાથમિક શાળામાં
શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક
મહિલા કન્યા કેળવણીના અભિગમને સાચા અર્થમાં સાકાર કરી રહી છે કારણ કે એમણે આદિવાસી અને ભરવાડ કોમની આઠ બાળકીઓને દત્તક લઇ પોતાના ઘેર ભણાવી બાદમાં શાળામાં એડમિશન અપાવ્યું અને સાથેસાથે શિષ્યવૃત્તિ પણ
અપાવી છે. આ માટે પ્રારંભે પોતાના ૧ લાખ રૃપિયાથી શરૃઆત કરી હતી, ત્યારબાદ ધીમેધીમે એમની સેવાની
સુવાસ ચોતરફ ફેલાતા એમનાં નાણાં અને દાનની મદદથી એમની પાસે આજે ૪૮ લાખનું શિષ્યવૃત્તિ ફંડ એકઠું થયું છે જેના
વ્યાજમાંથી તેઓ કન્યાઓને જ નહીં કુમારોને પણ શિષ્યવૃત્તિ આપીને ભણાવે છે.
ઈલાબેન ઈમાનુએલ નામના આ
શિક્ષિકાના સેવા યજ્ઞાને પ્રારંભમાં
રૃા. પાંચ લાખ સહાય મળી, ત્યારબાદ સિનિયર સિટીઝન મંડળે ૧ લાખ આપ્યા જેથી કુલ ૭ લાખનું ફંડ ભેગું થતા એમનો
ઉત્સાહ વધતો ગયો ને ધીમે ધીમે ફંડ વધીને ૪૮ લાખ સુધી પહોંચી ગયું.
આ રકમથી પ્રથમ તબક્કે ૫૪ જેટલા ધો. ૧થી ૧૦ના વિદ્યાર્થીઓને રૃા. એક હજાર
સહાય આપી ને પછી ૪૮ લાખના
વ્યાજમાંથી વધુ ને વધુ ગરીબ
વિદ્યાર્થીઓને સહાય આપવાના હેતુથી ધો. ૧ થી ૫ના ૨૦૦ બાળકોને રૃા. ૧૫૦૦ તથા ધો. ૬ થી ૮ના વિદ્યાર્થીઓને રૃા.
૨૫૦૦ની શિષ્યવૃત્તિ આપવાનું શરૃ કર્યું.
ગરીબ વિદ્યાર્થીઓને પૂરતી સહાય
અપાઇ રહી છે છતાં તેઓ દર વર્ષે
શિષ્યવૃત્તિ ફંડમાં પોતાના રૃા. ૧ લાખ ઉમેરતા જાય છે. શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ તેઓ ત્યજી દેવાયેલાં બાળકો તથા વૃધ્ધો માટે આશ્રમ પણ શરૃ કરવા માગે છે ને નિવૃત્તિ સમયે પોતાની પાસે જે કંઇ પૂંજી હશે તે આ કામમાં લગાડી દેશે એવું તેઓ કહે છે. તેઓ પોતે એકલા નથી. પતિ અને સંતાનો છે છતાં પોતાનું સર્વસ્વ અન્યને અર્પણ કરવાની તેમની ભાવના દાદ માગી લે તેવી છે. ઈલાબેનને આ
સેવાકીય પ્રવૃત્તિ માટે ૨૦૦૬માં અખિલ ભારતીય સન્માન પુરસ્કાર મળ્યો હતો તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ ઉપર કામ કરી જ્ઞાાન સાથે ગમ્મત આપતા પ્રોગ્રામ બનાવી બાળકોને અભ્યાસમાં રૃચિ લેતા કરવા બદલ એમના પ્રોજેક્ટને ૨૦૦૫માં રતન ટાટા ઈનોવેટિવ પુરસ્કાર પણ અર્પણ કરાયો હતો.

No comments: