26/07/2015 ના રોજ લેવાયેલ ટેટ 2 ની આન્સર કી માં ગણી બધી ભૂલો છે જે અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ માં તેની રજૂઆત યોગ્ય રીતે થાય તે જરૂરી છે .
( જો કોઈ કારણસર પ્રિંટીંગ માં ભૂલ હોય તો એ ઊમેદવાર નો વાંક ના કેવાય કારણ કે જો કોઈ ભરતીમાં સરકાર આપણી ભૂલ ના ચલાવતી હોય તો એમની આ ભૂલ ના માર્કસ ફરજિયાત મળવા પાત્ર છે . )
મિત્રો આપણું ગુજરાત દ્વારા પ્રયાસ કરવા માં આવ્યો છે કે કોઈ એક જગ્યાએ બધા પ્રશ્નો એક જગ્યાએ ભેગા કરી તેને રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ રજૂ કરવાની.
તો મિત્રો આપને જે પણ પ્રશ્નો માં ભૂલ જણાય તેને વિગતે લખી અને તેનો યોગ્ય પુરાવો મોકલી આપો .
પુરાવા ની તમામ વિગત મોકલવી પાનાં નં સહિત .
દરેક વિભાગ માટે જે પણ પુરાવા આપણે મળે કે તરત જ સમય મર્યાદા માં મોકલી આપશો .
બધા ભેગા થયેલ પુરાવા આપણું ગુજરાત માં મૂકવામાં આવશે જેથી અન્ય ઉમેદવારો ને પણ રાજ્ય પરીક્ષા બોર્ડ માં તેની રજૂઆત કરવી હોય તો કરી શકે .